Archive for ઓગસ્ટ, 2010

તો વાગશે ઘા……


તો વાગશે ઘા……

આમ એકાંતે ટહૂકે મોરલો તો વાગશે ઘા,
હાથ ઝાલ્યો તોય તું જો એકલો તો વાગશે ઘા,
આમ એકાંતે ટહૂકે…….

ને પહાડોની સમીપે હો અગર અંધારપટ તો,
નીરખીલે દર્પણે સ્વ માયલો તો વાગશે ઘા,
આમ એકાંતે ટહૂકે…….

કો‘ અજંપાથી ભરેલા જામ પીવે તો ખબર હો,
ને અચાનક શ્વાસ આવે દોયલો તો વાગશે ઘા,
આમ એકાંતે ટહૂકે…….

ઝાંઝવાના જળ સમું આખેટ દર્શાવે દિશા કો‘,
ના જડે મારગ ભલે તું તારલો તો વાગશે ઘા,
આમ એકાંતે ટહૂકે…….

જોશમાં પડકાર ફેંકો રણ મહી જેના ભરોસે,
ને“સિફર”એ હો અગર જો બાયલો તો વાગશે ઘા,
આમ એકાંતે ટહૂકે…….

“સિફર”

સંગે ભમીયે…..


સંગે ભમીયે…..

જીતમાં કે હારમાં સંગે ભમીયે,
રે મના મજધારમાં સંગે ભમીયે,
જીતમાં કે હારમાં……

મ્રુદુ એવી જાતનો જો સાથ હો તો,
આ અગન સંસારમાં સંગે ભમીયે,
જીતમાં કે હારમાં……

ને બતાવી દે અગર તું  કાચ સામો,
સ્વ તણાં આસારમાં સંગે ભમીયે,
જીતમાં કે હારમાં……

જો વિચારોનાં અશ્વને કાબુ કર તો,
જીવ એકાકારમાં સંગે ભમીયે,
જીતમાં કે હારમાં……

અડચણોને પાર કર, છે જીંદગાની,
એ “સિફર” અંગારમાં સંગે ભમીયે,
જીતમાં કે હારમાં……

“સિફર”