Archive for સપ્ટેમ્બર, 2010

“શ્રધ્ધા”


“શ્રધ્ધા”

પ્રેમમાં ક્યાં શૂરવીરી હોય છે?

કાં વિનંતી, કાં હજૂરી હોય છે,

પ્રેમમાં ક્યાં….

વાસનામાં તન તણાં જ્યાં ઓરતા,

ચાહનામાં મન જરૂરી હોય છે,

પ્રેમમાં ક્યાં….

રાઝ સૌને ખ્યાલ ક્યાં છે, પ્રેમનો?

કલ્પના સઘળી અધૂરી હોય છે,

પ્રેમમાં ક્યાં….

નાખ બાળી સ્વપણાનાં ભાવ ને,

જાગીરીમાં બસ ફકીરી હોય છે,

પ્રેમમાં ક્યાં….

હાથવેંતે લાંગરે સંવેદનાઓ,

જ્યાં “સિફર” શ્રધ્ધા અનેરી હોય છે,

પ્રેમમાં ક્યાં….

“સિફર”

સૂક્કો કિનારો…..


“સૂક્કો કિનારો…..”

મૌતનો જો રાખવો હોયે મલાજો બોલતો ના,
દાદ સાથે દુશ્મનોને કર સલામો, બોલતો ના,
મૌત નો જો………

વેર હો કે પ્રેમ હો આલિંગવા થનગાટ કરજે,
ને પછી તું પામજે સઘળાં ઇનામો, બોલતો ના,
મૌત નો જો………

ભાઇબંધીમાં કપટ જો કર કદી તો ચાલશે પણ,
દુશ્મનીમાં છૂટ લઈને કર તકાજો, બોલતો ના,
મૌત નો જો………

લાશ પ્રેમીની રઝળતી ડાઘુઓ મેલી ગયાં તા,
પણ મળે જો રક્તમાં કાગળ નનામો, બોલતો ના,
મૌત નો જો………

સ્પર્શવા આક્રંદ કરતા ટેરવા ખાપણ હટાવે,
ને “સિફર”ની આંખમાં સૂક્કો કિનારો, બોલતો ના,
મૌત નો જો………

“સિફર”

“તિતીક્ષા…”


“તિતીક્ષા…” (મત્લા ગઝલ)

અગર સાથ તારો ગમોની વચાળે,
મળી જાય દૌલત તમારા સહારે,
અગર સાથ તારો…….

અગમ જીત જો પ્રેમ પાંખો ઉછાળે,
હજારો બહાને સિતમને ગુજારે,
અગર સાથ તારો…….

કરે ત્યાગ આશા પરાણે હસાવે,
રખે હાથ કોરા નયનને પલાળે,
અગર સાથ તારો…….

ભલે લાંગરે નાવ સામા કિનારે,
સમયનાં ઝરૂખે તિતીક્ષા ભુલાવે,
અગર સાથ તારો…….

સમી સાંજ આવી સુરજને જુકાવે,
સફર થાય પૂરો “સિફર”ની મઝારે.
અગર સાથ તારો…….

“સિફર”