Archive for ડિસેમ્બર, 2010

“કો’ નામ અંગત…”


“કો’ નામ અંગત…”

 

હાથ ઝાલી હાથમાં ફરતા રહો તો,
શૂન્ય થઈને આંખમાં તરતા રહો તો,

 

સાવકોરી અંજલીમાં રંગ લઈને,
લે ઉછાળું આભમાં રમતા રહો તો,

 

આ હ્રદયમાં વિસ્તરે તારી જ યાદો,
ભીંતરે બસ ભીંતરે સરતા રહો તો,

 

લે બધી ઈચ્છા મુકી જે, છે મિજાજી,
બસ અધૂરી આશ કે હસતા રહો તો,

 

ને મળે યાદી મહીં કો’ નામ અંગત,
જો “સિફર” ઝખ્મો તમે ખણતા રહો તો,

 

“સિફર”

Advertisements

જ્યાં ચાલતા થયા….


જ્યાં ચાલતા થયા….

ચાલો અમારા દેશ કે આવો જીગર સુધી,
પાછા કદીયે ના જતાં મારા મરણ સુધી,

 

હો અટપટા કાં દોહ્યલા રસ્તાની છે મજા,
પગલાં અમસ્તા ના રહે અકબંધ રણ સુધી,

 

તારા બતાવ્યા મારગે થી પાર થઈ ગયા,
ક્યાંથી મને બાકી સુજે રસ્તા શિખર સુધી,

 

આ શ્વેતરંગી પાંપણોની વેદના જ છે,
બાકી અકાળે હોય ના મોતી નયન સુધી,

 

આખેર થાકીને “સિફર” જ્યાં ચાલતા થયા,
ત્યાં ડાઘુઓ છોડી ગયાં એને જીવન સુધી,

 

“સિફર”