નમસ્તે,

હું  વિનય પંડ્યા…

મારા તખલ્લુસ  (ઉપનામ) તરીકે મને એક ઉર્દુ શબ્દ પસંદ આવ્યો એ છે “સિફર” જેનો અર્થ થાય છે શૂન્ય…..


“સિફર” ની પોતાની ક્શીજ કિંમ્મત હોય નહિ પણ જો કોઇ આંકડા ની પાછળ એને જોડી દેવામાં આવે તો તે આંક્ડો દસ ગણો મૂલ્યવાન થઇ જાય છે,

અને આમ પણ જીંદગી ની શરૂઆત અને અંત બન્ને શૂન્ય માંજ  તો થાય છે.

બસ આજ વિચાર મનને સ્પર્શી ગયો………

અને હું બની ગયો “સિફર”…………


મૂળ લખવાની શરુઆત મે કરી શ્રી તુષાર શુક્લ જી ની એક રચના વાંચી ને એમ કહું તો જરાયે અજુગતું નહિ લાગે….

એ રચના  બીજી કોઇ નહિ પણ ઘણા હૈયામાં વસેલી એવી

“એમ પૂછી ને થાય નહી પ્રેમ”

બસ આ વાંચ્યા પછી થયું કે સાલુ લખવું જોઇયે યાર……

બસ તે દિવસ ને આજની ઘડી પ્રયત્ન ચાલુ છે….


મુંબઈમાં જ જન્મ મારો અને અભ્યાસ પણ  B.Sc (Zoology), B.Ed.

હાલ માં પોતાનીજ સંસ્થામાં  science teacher તરીકે ફરજ બજાવું છું…..


મુંબઇ ખાતે “ધબકાર” નામની કવિઓની બેઠક માં જોડાયેલો છું અને સમય મળે ત્યારે બીજા ઘણાં કવિ સમ્મેલનો માં જવાનું થાય છે.


મારી રચનાઓ પરનો આપનો પ્રતિભાવ જરૂર થી જણાવશો કારણ આપનો પ્રતિભાવ મારાં ટ્મટ્મ તાં દિવામાં તેલ નું કામ કરશે..

એજ  આપનો

“સિફર”

Advertisements